Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us
SCIENCE FAIR
Posted On : 9/6/2019 12:00:00 AM
SCIENCE FAIR
Posted On : 9/6/2019 12:00:00 AM
JIWAN KAUSHAALYA KENDRA
Posted On : 9/6/2019 12:00:00 AM
SCIENCE FAIR
Posted On : 9/6/2019 12:00:00 AM
khel mahakumbh dist leval team
Posted On : 9/9/2019 12:00:00 AM
khel mahakumbh dist leval team
Posted On : 9/9/2019 12:00:00 AM
khel mahakumbh dist leval team
Posted On : 9/9/2019 12:00:00 AM

શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય - જી આઈ. ડી. સી. અંક્લેશ્વર  

અંકલેશ્વર ઓધોગગિક  વિકાસના તબક્કા  દરમ્યાન વર્ષ ૧૯૯૫ સુધી અંગ્રેજી માધ્યમ માટે વાલીઓનો આગ્રહ ઓછો રહેતો. ફકત બીજા રાજ્યોમાંથી આવેલા લોકો અથવા ગણ્યા – ગાંઠયા ગુજરાતીઓ અંગ્રેજી માધ્યમ માટે આગ્રહ રાખતાં. ગુજરાતી માધ્યમમાં પ્રવેશ માટે ખૂબ મોટા પાયે ઘસારો રહેતો. આથી શ્રી ગટ્ટુ વિદ્યાયાલય ઉપરાંત એક ગુજરાતી માધ્યમની શાળાની જરૂરીયાત ઊભી થતાં વર્ષ ૧૯૯૧ માં શ્રી ડી.એ. આણંદપુરા, શ્રી એમ જે પટેલ, શ્રી એન. કે. નાવડીયા અને આર. ટી. મનુબરવાળા એ ભેગા મળી સંસ્કારદીપ ટ્રસ્ટની રચના કરી. જેનો ઉદ્દેશ્ય ગુજરાતી માધ્યમની શાળા શરૂ કરવાનો હતો, ઉપરોક્ત ચાર અને એસોસિયેશનના ત્રણ એકસ –ઓફિસીઓ પદાધિકારીઓની સહીથી વર્ષ ૧૯૯૧ માં ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. અને ટ્રસ્ટનાં બંધારણ મુજબ બીજા આઠ સભ્યોને કો. ઓપ્ટ કરવામાં આવ્યા. શ્રી કરસનભાઈ પટેલ, શ્રી જોસેફ કુરીયન, શ્રી કમલેશભાઈ ઉદાણી, શ્રી પારૂલભાઈ પટેલ, શ્રી અશોકભાઈ પંજવાણી, શ્રી એમ.આર.બજાજ, શ્રી દીપકભાઈ ભીમાણી અને શ્રી બકુલભાઈ પટેલ સંમતિ આપતા તેમની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી.

શ્રી ડી.એ. આણંદપુરાના અવસાન બાદ ટ્ર્સ્ટી મંડળમાં મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપવા અર્થે શ્રીમતી સાન્દ્રા શ્રોફ, શ્રીમતી રમાબેન પટેલ, શ્રીમતી ગીતા શ્રીવત્સન ને ટ્ર્સ્ટમાં કો-ઓપ્ટ કરવા આવ્યા. ઉપરાંત શ્રી એમ. આર.બજાજ અને જોસેફ કુરીયને સ્વેચ્છાએ રાજીનામું આપતાં તથા શ્રી એમ.જે. પટેલ અને શ્રી બકુલભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલ જ્ગ્યા પર શ્રી મેઘજીભાઈ પટેલ અને હિતેન આણંદપુરા ને કો.ઓપ્ટ કરવામાં આવ્યા.

ટ્રસ્ટી મંદળમાં હાલ બે કાયમી સદશ્ય , એસોશિયેશનના ત્રણ પદાધિકારીઓ એકસ ઓફીસીઓ અને બીજા નવ કો.ઓપ્ટ સદશ્યો છે.


સંસ્કારદીપ વિધાલય
વર્ષ ૧૯૯૧ ના જુન માં ટ્રસ્ટ દ્વારા શરુ કરવામા આવેલી શાળાનું નામ સંસ્કારદીપ શાળા રાખવામાં આવ્યુ. જી.આઇ.ડી.સી દ્વારા ફાળવાયેલ આર.બી.એલ પ્રકારના મકાનમાં શરૂ કરવામાં આવેલી આ શાળાને પોતાના મકાનની જરૂરિયાત ઊભી થતા જી.આઇ.ડી.સી ને વિનંતી કરતા જી.આઇ.ડી.સી દ્વારા ૧૯૯૨ થી ૧૯૯૬ સુધીમાં ૧૪૦૦૦ ચો.મીટર જ્ગ્યા ફાળવવા માં આવી. વર્ષ ૧૯૯૩ માં જમીનપર ખાત મુહુર્ત કરી મકાન બાધકામ શરૂ કર્યુ. વર્ષ ૧૯૯૪માં પ્રથમ ચરણનું કાર્ય પૂર્ણ કરી શાળાને જી.આઈ.ડી.સી.ના ક્વાટર્સમાંથી નવા મકાનમાં સ્થળાંતર કરવામાં આવી. વર્ગ ખંડ ઓછા હોવાના કારણે શાળા બે પાળીમાં ચલાવવામાં આવતી હતી. ટ્રસ્ટી મંડળે ઉત્તમ શિક્ષણ માટે શાળાને એક પાળીમાં ચલાવવાં માટે બીજા ચરણનું બાંધકામ હાથ પર ધરવાનું નક્કી કર્યુ. જે વર્ષ ૧૯૯૯ માં પૂર્ણ થાતા શાળા એક પાળીમાં કરવામાં આવી

સંસ્થાને આજ પર્યંત મળેલ દાન રૂ. ૧,૬૬,૦૦,૦૦૦ લાખ પૈકી મહત્તમ દાન રૂ. ૬૨,૮૯,૨૭૫/- આપનાર યુનાઈટેડ ફોસ્ફરસ લી. ના સૂચન મુજબ શાળાનું નામ સંસ્કારદીપ વિદ્યાલયમાંથી શ્રીમતી પુષ્પાવતી દેવીદાસ શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય રાખવાનું ઠરાવવામાં આવ્યું અને વર્ષ ૧૯૯૫ માં તે બદલવામાં આવ્યું.

ટ્ર્સ્ટના દાતાઓમાં રૂપિયા પાંચ હજારથી વધુ દાન આપનાર દાતાઓમાં કુલ ૧૨૬ દાતાઓ છે . જેમના સહકારથી સંસ્થામા શિક્ષણ માટે બધાજ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સંસ્કારદીપ ટ્રસ્ટ સંચાલિત સંસ્કારદીપ શાળા યુગ પુરુષ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદના આદર્શો તથા જીવન મૂલ્યોને ઊગતી પેઢીમાં રોપીને તેમના જીવનનું સાચું ઘડતર કરે છે.તેમજ ઉત્તમ શિક્ષકો દ્વારા વિષયોના જ્ઞાનને નવી શૈક્ષણિક પદ્ધતિ દ્વારા શીખવીને વિદ્યાર્થીઓની તેજ્સ્વીતા વધે તેવા પ્રયત્નો થઇ રહેલ છે. હાલ શાળામાં પૂર્વ પ્રાથમિકથી ધો.-૧0 સુધી ૧૧00 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાનું રમણીય વાતાવરણ બાળકોને પ્રકૃતિની નજીક લઇ જાય છે. તેમજ વિદ્યાલયના સુંદર મકાન અને સ્વચ્છ હવા-ઉજાસવાળા વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ મુક્ત મને અભ્યાસ કરે છે.

શાળા સતત વિકાસ તરફ તેજસ્વીતા તરફ આગળ વધે તેવા અભિગમ સાથે ‘તેજસ્વીના વધીતમસ્તુ’ ધ્યેયમંત્ર સ્વીકારેલ છે. અમારું અધ્યયન તેજસ્વી બનો અર્થાત અમે ગુરુ અને શિષ્ય બન્ને ઉત્તમ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી તેજ્સ્વી બનીએ. ગુરુની તેજસ્વીતા શિષ્યને તેજસ્વીતા તરફ લઇ જાય એ રીતે બન્ને સાથે મળીને પુરુષાર્થ કરે ઉદ્યમી બને અને અનંત જ્ઞાનની પ્રાપ્તિ પાછળ મંડ્યા રહે. બંનેમાં શીલ સદાચાર ,સંસ્કાર,નમ્રતા, યોગ્યતા, સત્ય, વિનય,નિષ્ઠા, બુદ્ધિચાતુર્ય જેવા ગુણો વિકસતા રહે.

૧૯૯૯ થી ૨૦૦૯ સુધી એક વર્ષને બાદ કરતા ૧૦૦% સિદ્ધિ સાથે ઉત્તમ પરિણામ મેળવી શાળાએ સમગ્ર વિસ્તારમાં ગૌરવવંતુ સ્થાન મેળવ્યું છે.આજ સુધી શાળાના કુલ 15 વિદ્યાર્થીઓએ જિલ્લામાં પ્રથમ દસમાં ક્રમાંક મેળવી શાળાની કિર્તી વધારી છે.


આજ સુધીના ટોચના દશ દાતાઓના નામ અને રકમ

યુ.પી.એલ ૬૨૮૯૨૭૫/-
નિશાંત એંટરપ્રાઈઝ ૧૦૬૦૦૬૬/-
નવદીપ કેમિકલ પ્રા.લી. ૧૦૨૫૦૦૦/-
ગુજરાત ઈંસેક્ટ સાઈડ લી ૩૦૫૦૦૦/-
કેડિયા હેલ્થકેર લી. ૩૦૫૦૦૦/-
ડાયમંડ ડાયકેમ લી. ૩૦૦૦૦૦/-
લુપીન ગ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝ ૨૫૦૦૦૦/-
નોવરટી ઈન્ડીયા લી. ૨૦૦૦૦૦/-
કે. પટેલ કેમો ફારમા ઈન્ડ.લી. ૧૯૦૦૦૦/-
ફીરોઝશા ગોધરેજ ફાઉન્ડેશન ૧૫૦૦૦૦/-
 
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login