Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

શાળામાં થતી પ્રવૃત્તિઓ

બાલસભા દ્વારા વ્યક્તિત્વ વિકાસ

દરેક બાળકમાં દિવ્યતા રહેલી છે. તેમની આ દિવ્યતાને બહાર લાવવાનું કાર્ય શાળા કક્ષાએ જ થવું જોઇએ. બાળકની મૌખિક અભિવ્યક્તિ ખીલે તેમજ તેના સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થાય તેમના રસ રુચિ આવડતને બહાર લાવવા માટે યોગ્ય વાતાવરણ મળે તે હેતુથી બાલસભાની પ્રવૃતિ યોજવામાં આવે છે. બાળકોની કક્ષાને ધ્યાનમાં રાખી 1 થી 3, 4 થી 6, 7 થી 9 એમ ત્રણ વિભાગમાં વિવિધ પ્રવૃતિઓ કે સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જેના દ્વાર બાળકની વક્તૃત્વ શક્તિ, અભિનય શક્તિ ,સંગીતકળા, ચિત્રકળા, શિલ્પકળા, લેખનકળા, નૃત્યકળા, સર્જનાત્મકતા જેવી બાબતો ખીલવવાનો પ્રયાસ થાય છે.

યોગા દ્વારા શિક્ષણ

આજના યુગમાં યોગનું મહત્વ સૌ કોઇ સ્વીકારતા થયા છે. યોગથી શરીર સ્વાસ્થ્યની જાળવણી તો થાય જ છે સાથે સાથે મનની એકાગ્રતા વધી શકે છે. જે બાળકો શરીરે તંદુરસ્ત હોય અને એકાગ્રતાથી કામ કરતા હોય તે બાળકો અભ્યાસમાં પણ તેજસ્વી નીવડે છે.આ બાળકો ને ધ્યાનમાં રાખી શળામાં રોજ સવારે પ્રાર્થના સભામાં ધ્યાન – યોગા કરાવાય છે. અને વિવિધ આસનોનું શિક્ષણ આપવા માટે અઠવાડિયે એક તાસ યોગા માટે ફાળવાયો છે. તેમજ દરેક તાસની શરૂઆતમાં 2 મિનિટ ધ્યાનમાં બેસવાની પ્રથા પાઠવામાં આવી છે.

વર્ગદીઠ સાંસ્કૃતિક કાર્યક્રમ


કલરવથી માંડીને ધો. 9 સુધીના દરેક વર્ગના બાળકો પોતાના વર્ગનો એક સંસ્કૃતિક કાર્યક્રમ શાળાના બાળકો અને વાલી સમક્ષ રજૂ કરીને પોતાની વિવિધ કળાનો પરિચય આપે છે. આ કાર્યક્રમ ચોક્કસ વિષય પર આધારિત હોય છે. એ વિષયો પાઠ્યપુસ્તક ના સંદર્ભે નક્કી કરેલા હોવાથી વિદ્યાર્થીઓ પ્રવ્રુતિની સાથે સાથે જ્ઞાન મેળવે છે. આ કાર્યક્રમોમાં ગીતોની પસંદગીનું ધોરણ ઊચું હોય છે.જરૂર પડે ત્યાં સ્વરચિત ગીતો પણ રજૂ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કલરવથી ધો.9 સુધીના સોએ સો ટકા વિદ્યાર્થીઓ સ્ટેજ પર જઇ પોતાની આવડત કળાને રજૂ કરે તેવો પ્રયાસ કરવામાં આવે છે.આજ સુધીમાં આ કાર્યક્રમોમાં આપણું ગુજરાત, વિજ્ઞાનની મજા, ખગોળ વિજ્ઞાન જેવા વિષયો પર અધારિત કાર્યક્રમો રજૂ થયા

રમત ગમત દ્વારા શિક્ષણ


 

આંતર શાળેય તથા શાળા કક્ષાએ રમતોત્સવની ઉજવણી દર વર્ષે કરવામાં આવે ચી જેમાં વોલીબોલ, ક્રિકેટ, ખો ખો તેમજ અન્ય જીમ્નેસ્ટીક રમતોમાં ભાગ લઇ વિદ્યાર્થીઓ પોતાનું કૌશલ્ય બતાવે છે.


રમત – ગમત સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ ભાગીદારી

  વર્ષ રમતનું નામ ગ્રુપ ભાઈઓ/ બહેનો વિજેતાક્રમ
           
1 2004-05 વોલીબોલ અંડર-14 ભાઈઓ બહેનો પ્રથમ પ્રથમ
કરાટે - શાહ નિમિત્ત પી પટેલ પરકિંસ કે દ્રિતીય દ્રિતીય
2 2005-06 વોલીબોલ અંડર-16 ભાઈઓ પ્રથમ
વોલીબોલ અંડર-14 ભાઈઓ બહેનો પ્રથમ દ્રિતીય
ફુટબોલ અંડર-14 ભાઈઓ પ્રથમ
3 2006-07 વોલીબોલ અંડર-14 ભાઈઓ પ્રથમ
વોલીબોલ અંડર-16 ભાઈઓ બહેનો પ્રથમ પ્રથમ
યોગા અંડર-14 ભાઈઓ પ્રથમ
4 2007-08 કબડ્ડી અંડર-14 બહેનો દ્રિતીય
વોલીબોલ અંડર-19 ભાઈઓ બહેનો પ્રથમ દ્રિતીય
વોલીબોલ અંડર-16 ભાઈઓ બહેનો પ્રથમ પ્રથમ
વોલીબોલ અંડર-14 ભાઈઓ દ્રિતીય
યોગા અંડર-14 ભાઈઓ પાર્થ એસ પટેલ પ્રથમ
5 2008-09 વોલીબોલ અંડર-14 ભાઈઓ બહેનો દ્રિતીય પ્રથમ
વોલીબોલ અંડર-16 ભાઈઓ પ્રથમ
યોગા અંડર-14 ભાઈઓ પાર્થ એસ પટેલ પ્રથમ
કબડ્ડી અંડર-16 ભાઈઓ બહેનો દ્રિતીય પ્રથમ
કરાટે - ભાઈઓ પ્રથમ
6 2009-10 કબડ્ડી અંડર-16 ભાઈઓ પ્રથમ પ્રથમ
કબડ્ડી અંડર-14 બહેનો પ્રથમ
વોલીબોલ અંડર-19 ભાઈઓ[ પ્રથમ
 

રમત – ગમત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ભાગીદારી

અ.ન વર્ષ રમતનું નામ ગ્રુપ ભાઈયો/ બહેનો વિજેતાક્રમ
1 2005-06 વોલીબોલ અંડર-14 ભાઈઓ[ જામનગર
vi[l)bi[l અંડર-16 ભાઈઓ[[ ધુવારણ {ખંભાત}
  અંડર-14 ભાઈઓ[[ પાર્થ એસ પટેલ સુરેન્દ્રનગર
2 2006-07 vi[l)bi[l અંડર-16 ભાઈઓ[ બહેનો સરભોણ {બારદોલી }
vi[l)bi[l અંડર-14 બહેનો કુતિયાણા
3 2007-08 કબડ્ડી અંડર-14 બહેનો અમરેલી
વોલીબોલ અંડર-14 ભાઈઓ[[ ગંગાધરા {બારડોલી}
વોલીબોલ અંડર-19 ભાઈઓ[[[ ખંભાત
યોગા અંડર-14 ભાઈઓ[[ પાર્થ એસ પટેલ પાટણ
વોલીબોલ અંડર-16 ભાઈઓ[[[ બહેનો[ ખંમભાલિયા {જામનગર}
કરાટે અ.ગુ.ક.ચે જીલ એસ પટેલ {પ્રથમ્} સૂરત
4 2008-09 કબડ્ડી અંડર-16 ભાઈઓ[[[ બહેનો રાજકોટ
વોલીબોલ અંડર-14 ભાઈઓ[[ બહેનો[ આકવાડા{ભાવનગર્}
વોલીબોલ અંડર-16 ભાઈઓ[[ ડેરોલ{કલોલ}
કરાટે[ અ.ગુ.ક.ચે. જીલ પટેલ - પ્રથમ સત્યજીત દેવધરાન - દ્રિતીય વડોદરા
5 2009-10 કબડ્ડી અંડર-14 બહેનો કિલ્લા પારડી
કબડ્ડી અંડર-16 ભાઈઓ[[ સોનગઢ
કરાટે[ સો.ને.ચે સત્યજીત- પ્રથમ જીલ - દ્રિતીય આદિત્ય- તૃતિય સૂરત

ક્રાફ્ટ- ચિત્રકળાનું પ્રદર્શન

 

વિદ્યાર્થીઓની ઉત્તમ કલાકૃતિ વિશે વાલી સમાજના લોકો જાણે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન બળ પુરૂ પાડે તે હેતુથી ક્રાફ્ટના તાસમાં બનાવેલ વિવિધ કૃતિઓ તથા સુંદર ચિત્રોનું પ્રદર્શન જન્યુઆરી માસમાં ગોઠવવામાં આવે છે.

પ્રોજેક્ટ વર્ક દ્વારા શિક્ષણ

શાળામાં ભણાવાતા વિષયો ઊંડાણથી સમજી શકે મૌખિકતાથી અભિવ્યક્ત કરી શકે તથા રસપૂર્વક અભ્યાસ કરે તે હેતુથી પ્રોજેક્ટ વર્ક કરાવવામાં આવે છે. જેમાં વાંચન લેખન, ચિંતન, વક્ત્વ્ય, પ્રદર્શન વગેરે બાબતોને ધ્યાનમાં રાખવમાં આવે છે. પ્રોજેકટ વર્ક કરવાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને સાચુ જ્ઞાન મેળવે છે.

મૂલ્ય શિક્ષણ માટેના વિવિધ પ્રયોગો

· સુટેવો- કુટેવો પ્રોજેક્ટ

· જીવન કલાની કેળવણી

· જીવન ઘડતર શિબિર

· બાળવાર્તા મહોત્સવ

પ્રવાસ દ્વારા શિક્ષણ

શાળામાથી દર વર્ષે બાળકોની વયને ધ્યાનમાં રાખીને જિલ્લા , રાજ્યો તથા રાષ્ટ્રીય સ્તરે વિવિધ પ્રવાસોનુ આયોજન થાય છે, જેમાં આજ સુધી વિદ્યાર્થીઓ જિલ્લાના વિવિધ સ્થળો જેવા કે શુક્લતીર્થ ,કડિયાડુંગર , વસંતપુરા ગાયત્રી તીર્થ વગેરે .રાજ્યોના વિવિધ સ્થળો જેવા કે સૌરાષ્ટ્ર દર્શન , પાટણ , મોઢેરા, નળ સરોવર , લોથલ માઉંટઆબુ , પાવાગઢ , અમદાવાદ , વડોદરાની આસપાસના દર્શનીય સ્થળો તથા ભારતના વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, પ.બંગાળ , સિક્કિમ , કેરેલા , હૈદરાબાદ,કર્ણાટક , તામીલનાડુ,દિલ્લી વગેરે રાજ્યોના વિવિધ સ્થળો જેવાકે સાયન્સ સીટી એરોનીટીક ,સેન્ટર ,મ્યુઝિયમો , પેલેસ, ફિલ્મસીટી, ઝૂ , લેજર શો વગેરેની મુલાકાત લઈ નાની ઉંમરે વિશાળ જ્ઞાન મેળવ્યું .

 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login