Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us

જનની બાલવાટિકા  

Bal Vatika માતા દ્વારા સહિયારા પ્રયાસ રૂપે થાય ત્યારે બાળ ઘડતર વધુ ઓજસ્વી બને આમ છતા આજે ભૌતિક સુવિધા વધવા સાથે સમાજમાં બાળકોને ખૂબ નાની વયે નર્સરીમાં મોકલી માતાના ખોળાથી દૂર કરી દેવામાં આવે છે.. આથી બાળક માતા દ્વારા મળતી વાત્સલ્યની મૂડીથી વંચિત રહી જાય છે. આ બાબત ધ્યાનમાં રાખી જનની ચિંતન સભામાં એક અનોખા પ્રયાસનું સોપાન ઉમેરાયું. જ્યારે બાળક પણ ત્રણ વર્ષનું થાય એટલે માતા-પિતા બાળકના શિક્ષણ માટે આયોજન કરે તે માટે સંસ્કારદીપ શાળાના ટ્ર્સ્ટના સહયોગથી જનનીના બાળ રાજાઓ માટે “જનની બાલવાટિકા” ના નવતર પ્રયોગનો શુભારંભ થયો.
આ જનની બાલવાટિકામાં માતા બાળક સાથે આવી બાળ શિક્ષણની તમામ પ્રવૃતિઓમાં સહભાગી થાય છે. એટલે બાળકને માતાની મમતા તો મળે જ સાથે શિક્ષણનું પ્રથમ સોપાન પણ માતાની ગોદમાં હૂંફાળા વાતાવરણમાં મળી રહે છે.
આ જનની બાલ વાટિકાનો શુભ આરંભ પણ ખૂબ જ અદભૂત પવિત્ર એવા કૃષ્ણ જન્મ દિને એટલે કે જનમાષ્ટમીના પાવન પર્વે થયો જેમા સુરતના મ્યુનિસિપલ કમિશનર કુમારી એસ. અપર્ણા બહેને સંચાલકોને શુભેચ્છા પાઠવી અને મુંબઈથી ખાસ પધારેલા રંગભૂમિના કલાકાર અમીબેન ત્રિવેદીએ દિપ પ્રજ્જ્વલીત કરી બાલવાટિકાનું ઉદ્ઘઘાટન કર્યુ . અતિથિ વિશેષ તરીકે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એશોસિએશનના પ્રમુખશ્રી ચંદુભાઈ કોઠિયાએ આશીર્વચનો આપ્યા અને ખૂબ જ ભવ્ય રીતે જનની બાલવાટિકાનો શુભારંભ થયો .
 
 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login