Home About School Photo Gallary Trust Activities Bal Vatika Infrastructure Carreer Contact Us


શાળાની ભૌતિક સુવિધા:

        
2224 સ્ક્વેર મીટર વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું શાળાનું મકાન પ્રથમ નજરે જ સૌને ગમી જાય તેવું છે. વૃક્ષોની હરિયાળી રંગબેરંગી ફૂલો, લોન વગેરેને કારણે બાળકો પ્રકૃતિનું સાંનિધ્ય માણી શકે છે.

વર્ગખંડ
હવાઉજાશવાળો, બુલેટિનબોર્ડ, સ્પીકર,સુંદર ભીંતચિત્રો તથા કલરફૂલ ફર્નિચરોથી સુશોભિત વર્ગખંડ જેમાં 50 વિદ્યાર્થીઓ મોકળાશથી બેસી શકે તેવી સુવિધા છે.

પ્રાર્થના ખંડ/ પ્રવૃતિખંડ
          
લગભગ 500 વિદ્યાર્થીઓ બેસી શકે તેવા વિશાળ ખંડમાં સ્ટેજ , માઇક,લાઇટ ,પંખાની સુવિધા છે. L.C.D. કે O.H.P દ્વારા અભ્યાસ કરાવવો હોય તો ડાર્કરૂમ બનાવી શકાય તે માટે પડદા ની પણ વ્યવસ્થા છે. સુંદર વિચારો તથા સ્વામી વિવેકાનંદના ચિત્ર પ્રદર્શન થી ખંડની દીવાલો સુશોભિત કરવામાં આવેલી છે.

ભોજન ખંડ
પુર્વ પ્રાથમિક તથા ધો. 1 ના બાળકો માટે સમૂહમાં નાસ્તો કરી શકે તે રીતે રસોડાની નજીક ભોજન ખંડ આવેલ છે જેમાં પ્લેટ્ફોર્મ તથા વોશબેસીન ની સુવિધા છે.

L C D રૂમ
વિદ્યાર્થીઓ પઠ્યપુસ્તકની સાથે સાથે પાઠ કે વિષયો આધારિત ડોક્યુમેન્ટરી કે ફિલ્મ દ્વારા વિષયને વધુ સારી રીતે સમજી શકે તે માટે દીવાલ પર વિશાળ પડદા પર ફિલ્મ, સ્લાઇડ કે અન્ય શૈ. સીડી જોવાની વ્યવસ્થા છે જેમાં એક સાથે 50 વિદ્યાર્થીઓ બેસી શકે છે.

પુસ્તકાલય
વિવિધ વિષયોને આવરી લેતા તેમજ નાનાથી મોટા સૌને ઉપયોગી થાય તેવી વાર્તા, નવલિકા , નવલકથા, પ્રવાસવર્ણનો , જીવનચરિત્રો , બૌધ્ધિક્ રમતોને લગતા પુસ્તકો , ભગવદગોમંડળ , વિશ્વકોશ ,શબ્દકોશ તેમજ અન્ય માહિતી વિષયક લગભગ ત્રણેક હજાર જેટલા પુસ્તકોથી સમૃદ્ધ લાઇબ્રેરી અદ્યતન ફર્નિચરથી સુસજ્જ છે. અહીં 50 વિદ્યાર્થીઓ એકી સાથે બેસીને પુસ્તકોનો અભ્યાસ કરી શકે છે. જેટલા શૈક્ષણિક સામાયિકોનો પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપયોગ કરે છે અને પોતાના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે. વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ માટે જોઇતી માહિતી અહીંથી મેળવે છે. શાળામાં આવતા સામાયીકો તથા સમાચાર પત્રોના ચૂંટેલા લેખો બુલેટીન બોર્ડ પર મુકાય છે. અહીંની ખાસ વાત નોંધનીય છે કે શાળાના વિદ્યાર્થીઓ પોતાના જન્મદિને ચોકલેટને બદલે એક નાની પુસ્તિકા શાળાને ભેંટ આપે છે. જે અલગ કબાટમાં મૂકવામાં આવ્યા છે.આજ સુધી આવા પુસ્તકોની સંખ્યા 600 જેટલી થઇ છે.

કોમ્પ્યુટર ખંડ
વિદ્યાર્થીઓ એક સાથે બેસીને કોમ્પ્યૂટર નું શિક્ષણ મેળવી શકે તેવી એ.સી. સહિતની અદ્યતન સુવિધા ધરાવતા કોમ્પ્યૂટર ખંડમાં ધોરણ 3 થી 10 સુધીના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે.અહીં કોમ્પ્યૂટર ની સાથે સાથે બુલેટીન બોર્ડ વગેરેની પુરતી સુવીદ્યા છે.

વિજ્ઞાન ખંડ(પ્રયોગ શાળા)
રસાયણ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાન તથા જીવ વિજ્ઞાનનાં અભ્યાસ માટે અદ્યતન સાધનોથી સુસજ્જ લેબોરેટરીમાં વિદ્યાર્થીઓ પ્રયોગ દ્વારા અભ્યાસ કરી શકે તેવી સુવિધા છે.દીવાલ પર જરૂરી ચિત્રો તથા વૈજ્ઞાનિકોના ફોટોગ્રાફ મુકેલા છે. પ્રાથમિક અને માધ્યમિક બન્ને વિભાગના વિદ્યાર્થીઓ અહીં આવી પ્રયોગિક કાર્ય દ્વારા વિષયનામુદ્દાને સરળતાથી સમજી શકે છે.

ચિત્રકલા ખંડ
50 વિદ્યાર્થીઓ આરામથી બેસી પોતાની કૃતિ તૈયાર કરી શકે તેવી સુવિધા ધરાવતા વિશાળ ખંડમાંદીવાલ સાઇઝનું મોટું બુલેટીન બોર્ડ મૂકેલું છે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા ચિત્રો મૂકવામાં આવે છે. જેનાથી સૌ વિદ્યાર્થીઓને પ્રેરણા અને હૂંફ મળે છે. ચિત્ર કાર્યમાં વાપરવા માટે તેમજ સફાઇ કાર્ય માટે પાણીની સુવિધા વર્ગખંડ માં જ કરવામાં આવેલી છે.

સંગીત ખંડ
હાર્મોનિયમ, તબલા, ડોંગો, ઢોલ, મંજીરા, સંતુર, સિતાર, વાયોલિન વગેરે સાધનોથી સુસજ્જ ખંડમાં વિદ્યાર્થીઓ સંગીતના સાત સૂરોનો અભ્યાસ કરી પોતાના કૌશલ્યને ખીલવે છે. હસ્તકલા ખંડ(ક્રાફ્ટ ખંડ);વર્ગના 50 વિદ્યાર્થીઓ નાના નાના જૂથ માં બેસીને જીવન ઉપયોગી વિવિધ કૃતિઓ બનાવી શકે તેવો વિશાળ હસ્તકલા ખંડ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓની સુગમતા માટે મોટા ચોરસ ટેબલ બનવેલા છે જેના પર વિદ્યાર્થીઓ કામ કરે છે. સોફ્ટ ટોયઝ,વોલપીસ, ફૂલદાની વિવિધકાર્ડ વગેરે વિવિધ પ્રકારના નમૂના મૂકવા માટે શોકેશ તથા બુલેટિન બોર્ડની વ્યવ્સ્થા છે.

 


Home | About Us | Photo Gallary | Trust | Activity | Staff | Students | Testimonials | Contact Us | Carreer | News | Exam Notice| Results | Login